મોરબી મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારીની નિમણુંક કરાઈ

રાજ્યભરમાં આવેલ 15 મહાનગરપાલિકાનું ચૂંટણી આવનાર દિસવસોમાં યોજાવાની હોય જેના ભાગરૂપે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની 15 મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે

જેમાં મોરબી 1 થી 4 વોર્ડ માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર -1 અને મદદનીશ ચૂંટણી અધિકારી જનરલ મેનેજર, જિલ્લા ઉધોગ કેન્દ્ર, મોરબી તેમજ મોરબી 5 થી 9 વોર્ડ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી મોરબી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર મોરબીની નિમણુંક કરવામાં આવી છે

અને મોરબી 10 થી 13 વોર્ડ માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી મોરબી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા નિરિક્ષક, જમીન દફતર મોરબીની નિમણુંક કરવામાં આવી છે


Leave a Comment