
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસને કોલેજ દ્વારા મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવેલા હતા. સંસ્થા દ્વારા તેમને મેમેન્ટો આપી અને સન્માન કરવામાં આવેલું હતું. આ તકે કોલેજની તમામ દીકરીઓને મહિલા સશક્તિકરણ વિશે જાગૃત કરી અને શશકત સમાજ નિર્માણ મા મહિલાઓની શુ ભુમિકા હોય શકે?? તે અંગે વિશેષ અને વિસ્તૃત છણાવટ કરવામાં આવેલી હતી. આ તકે કોલેજ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ દ્વારા કોલેજના જ તમામ મહિલા પ્રાધ્યાપકો નું મેમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવેલું હતું. કોલેજ ના ટ્રસ્ટીશ્રી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજા સ્પષ્ટ પણ એવું માને છે કે સંસ્થામાં મહીલા પ્રાધ્યાપકોનો રોલ કોઈ પણ સંસ્થાની સફળતામાં બહુ મોટો સિંહ ફાળો હોય છે, તેથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાવાના ભાગરૂપે સંસ્થા દ્વારા મહિલા પ્રાધ્યાપકોનુ સન્માન પ્રિન્સીપાલ ડૉ. રવિન્દ્ર ભટ્ટ અને હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલું હતું.






