સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓને દંડ કરતું મોરબી મહાનગરપાલિકા
મોરબી : 24 -02-2026
મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે માન.નાયબ કમિશનર દ્વારા કાલસ્ટર-6 માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ સાથે વિઝિટ કરી કરવામાં આવી હતી, તે દરમિયાન માન.નાયબ કમિશનર(પ્રો.) એ શહેરની યોગ્ય સફાઇ થાય તે વિષયક સૂચના આપી હતી. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓને પેનલ્ટી કરી હતી.
મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-6 ના જુદા જુદા વિસ્તારોની માન. નાયબ કમિશનર (પ્રો.) સંજયકુમાર સોની એ સાઇટ વિઝિટ કરી હતી, કાલસ્ટર -6 ના વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ગઢની રંગ, રામઘાટ, મહિલા પોલીસ સ્ટેશન લીલાપર મેઇનરોડ, વજેપર શેનં.-18 પાસે સહિતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટનું નિરીક્ષણ કરી શહેરમાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સુચનો કર્યા હતા, આ વિસ્તારમાં સફાઇ કામગીરી નિયમિત સુ- વ્યવસ્થિત રીતે થાય તેનું માર્ગદર્શન આપ્યું હતું, આ તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ પર નિયમિત ગાર્બેજ કલેક્સન કરવા અને યોગ્ય નિકાલ કરવાની સૂચના માન. નાયબ કમિશનરશ્રી એ આપી હતી, તેમજ આવિસ્તારમાં આવેલા GVP પોઈન્ટ ગઢની રંગ, રામઘાટ, મહિલા પોલીસ સ્ટેશન પાસે નિરીક્ષણ કરી યોગ્ય ગાર્બેજને એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારી- સફાઇ કામદારને સૂચના આપી હતી,
મોરબી મહાનગર પાલિકાદવારા નગર દરવાજા અને શાક માર્કેટ વિસ્તારમાં માન.નાયબ કમિશનર શ્રી(પ્રો.) અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના શાખા અધ્યક્ષ અનુરાગભાઈ સંતોકી અને કર્મચારી દ્વારા શહેરના હાર્દ સામા વિસ્તારમાં વિઝિટ કરી સિંગલ યુઝ પાલસીટકનો ઉપયોગ કરતા વેપારીઓને પેનલ્ટી દંડ કર્યો હતો, જેમાં કુલ 12 વેપારીએ પેનલ્ટીની રકમ રૂ. 9000-/ ભરી હતી.આગામી સમયમાં પણ મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને તાકીદ કરવામાં આવે છે, કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો અને જાહેર જાનતા એ પણ તેની તકેદારી રાખવા જણાવવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આગામી સમયમાં આ કામગીરી વધુ આક્રમક બનસે, જેની સર્વે વેપારી, લારી- ગલ્લા ચલાવતા વેઅપરીઓ એ નોંધ લેવી.
મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધીચોક ખાતે અંદાજિત 3 મહિનાથી સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કંપોસ્ટીંગ ખાતર બંનાવામાં આવે છે, મહાનગરપાલિકાની કચેરી ખાતે અંદાજિત 2 ટન કંપોસ્ટીંગ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિમત રૂ. 60,000 -/ થાય છે, આ સમગ્ર કંપોસ્ટીંગ ખાતરનો ઉપયોગ મોરબી મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોનું વવેતર અને જતન કરવામાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ સમગ્ર કામગીરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

શાખા અધ્યક્ષ
સોલીડવેસ્ટ મેનેજમેન્ટ
મોરબી મહાનગરપાલિકા






