મોરબીમાં સરકારીઓ કામો માટે “પ્રેક્ટિકલ સીસ્ટમ” નું અમલીકરણ ??

ભ્રષ્ટ સીસ્ટમ એ સરકારીઓ કચેરીઓ માટે સામાન્ય બની ગયું છે? સામાન્ય લોકો માટે સરકારે સારા કામો થાય તે માટે કચેરીઓ ઉભી કરી તેમાં કામ કરતા અધિકારીઓ કે કર્મચારીઓ પ્રજાના ટેક્સના રૂપિયા થી પગાર મેળવે છે પણ જયારે પ્રજાના કામ ની વાત આવે ત્યારે આ સરકારીઓ બાબુઓ પ્રજા હેરાન થતી હોય તે રીતે વાણી વર્તન કરતા હોય છે આઝાદ ભારતમાં આજે ન્યાય મેળવો મુશ્કેલ છે ન્યાય માત્ર “પ્રેક્ટિકલ સીસ્ટમ” થી મળે છે તેવું છાસવારે ટીવી ચેનલ અને ન્યુઝ પેપર ના હેડલાઈન માં જોવા મળ્યું છે પ્રજાના પ્રશ્નોનું નિરાકારણ કરવું એ એક અધિકારી કે કર્મચારીની ફરજ હોય છે પણ જે વ્યક્તિ પોતના ફરજ અને ઈમાન ને ભ્રસ્ટાચારથી રંગીને બેઠા હોય તેની પાસે કોઈ અપેક્ષા રાખવી એ ખોટું છે

મોરબી જિલ્લામાં સરકારી કામ કરવા માટે એક જ વાત ચાલે છે “પ્રેક્ટિકલ” ??
સરકારી કચેરીઓમાં મન ફાવે તેવા કામો કરવા માટે “પ્રેક્ટિકલ” થવું પડે મોરબી સરકારી કચેરીઓ માં રેવન્યુ કામ હોય કે અન્ય કામ માત્ર “પ્રેક્ટિકલ” ની ભાષા જ સમજે છે સામાન્ય પ્રજા માટે આ ભાષા મુસીબત સમાન બની ગઈ છે મોટા લોક માટે આ રીત સારી છે કે “પ્રેક્ટિકલ” થાવ એટલે તરત કામ થઈ જાય જયારે આમ પ્રજાના કામ બગાડી નાખવામાં આવે છે તેમની કર્મચારીઓની થોડી લાલચ પ્રજાનાને હેરાન થવું પડતું હોય છે જયારે અનેક કામો માં કામ જોઈને ખો આપીને બીજા ટેબલ આપી દેવામાં આવે છે

આમ પ્રજાની અરજીઓ 3 મહિનાઓ થી વધારે સમય સુધી પડી રહે છે !!
જયારે નાના માણસ કામ પોતાનું કામ કરવા જાય ત્યારે તે અરજી આપીને આવતા રહે છે પણ “પ્રેક્ટિકલ” ને જ માનતા કર્મચારીઓ કે અધિકારીઓ તે ફાઈલ ટેબલ પર રાખી દે છે જયારે તેને કહેવામાં આવે કે 3 મહિનાથી અરજી આપેલ છે તો તેમનું કહેવું છે કે 6 મહિના પણ થાય અને વધુ સમય પણ લાગે આવે અનેક બહાના આપી દેવામાં આવે છે

કર્મચારીઓ અને આઉટસોર્સીંગ વર્કર મોંઘીદાટ વસ્તુઓના શોખીન !!
મોરબી જિલ્લા માં સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટ બેઝ થી કામ કરતા કર્મચારીઓના આવક કરતા મોટા શોખ કેવી રીતે પુરા થાય છે તે એક મોટો સવાલ છે જો નાના કર્મચારીઓ આટલી મોટી આવક મેળવા તા હોય તો અન્ય લોકો કેટલી આવક મેળવતા હશે સામાન્ય રીતે વાત કરીએ તો મોંઘા મોબાઈલ, કાર અને ઘડિયાર જેવી બ્રાન્ડેડ વસ્તુઓ પગાર માં આવે તેવું શક્ય નથી તો આ બ્રાન્ડેડ વસ્તુઓ કેવી રીતે આવે છે અને આ આવક કેવી રીતે મેળવે છે તે એક મોટો સવાલ છે આ બાબતે યોગ્ય તપાસ થવી પણ જરૂરી છે આવક કરતા પણ વધુ વસ્તુઓ કઈ રીતે આવી તે દિશામાં તપાસ થવી જરૂરી છે

પગાર સરકારનો લેવાનો પણ કચેરીએ આવાનો સમય નકી નહીં ??
સરકારીઓ નોકરીઓ માટે યુવાનો લાઈન માં ઉભા છે જયારે હાલ ચાલુ સરકારી નોકરિયાત છે તેઓની સરકારી નોકરી મળ્યા બાદ કામ કરવાની પડી નથી હાલ સરકારી કચેરીઓ માં કામગીરીની સમય 10.30 થી 6 વાગ્યા સુધીનો છે પણ સરકારી બાબુ પોતાની મરજી થી કચેરીઓએ આવે અને મન ફાવે ત્યારે કચેરીઓ મૂકીને જતા રહે છે આ શું ? ઉચ્ચ અધિકારીને ખ્યાલ હશે કે નહીં તે મોટો સવાલ છે

રાજા સારા હોય પણ સૈનિક ખોટા હોય ત્યારે રાજાને પ્રજાના વેંણ સહન કરવા પડે !!
મોરબી જિલ્લા કલેકટરની કામગીરી ગરીબ લોકો માટે સારી છે તેમની આગવી સુજ્બુજના થી તેઓ નાના માણસ હોય કે અન્ય તેમના કામોના નિકાલ થાય તેવી રીતે કામગીરી કરતા હોય છે પણ કલેકટરને તેમના કર્મચારીઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતા હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે જેના કારણે કલેકટરની કામગિરી થી પ્રજાના ક્યારેક નિરાશા અનુભવે છે

આપને કોઈ સરકારી કચેરીઓ કામગીરી કરવામાં તકલીફ પડી હોય કે અગાવ ભોગ બન્યા હોય તો અમારો સંર્પક કરવો.


Leave a Comment