મોરબી : “આરોગ્ય વિહાર નેચરોપેથી અને આયુર્વેદ કેન્દ્ર” દ્વારા આરોગ્ય અને ભોજન પદ્ધતિ ની જાણકારી માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે

દવા લઈ લઈ ને થાકી ગયા છો ? મોરબી શહેર માં તારીખ ૨૬/૨૭/૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ( ગુરુ,શુક્ર,શનિ) ના યોજાશે આરોગ્ય કેમ્પ. હવે શરીરને મૂળથી શુદ્ધ કરો આ અભિગમ સાથે “આરોગ્ય વિહાર નેચરોપેથી અને આયુર્વેદ કેન્દ્ર” કેપિટલ માર્કેટ – મોરબી દ્વારા આરોગ્ય અને ભોજન પદ્ધતિ ની જાણકારી માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે.

આ કેમ્પ માં દર્દીઓ માટે આયુર્વેદના નિષ્ણાંત આયુર્વેદાચાર્ય ડૉ.પી.એન.ગઢીયા (B.A.M.S એક્સ હેલ્થ ઓફિસર અને 4ત વર્ષના અનુભવી), ડૉ.ધર્મદીપ ગોહિલ(M.D. આયુર્વેદ જામનગર અને વી.એમ.મહેતા કૉલેજ રાજકોટ ના આસિસ્ટન્ટ પ્રોફેસર) ડૉ.યશવિ ગઢીયા(B.A.M.S. ગર્ભસંસ્કાર નિષ્ણાંત) ડૉ. નિધિ પટેલ (N.D.D.Y & D.N.Y. નેચરોપેથી અને યોગ આહાર ચિકિત્સા ના નિષ્ણાંત) ડાયેટીશ્યન દ્વારા પાચન તંત્ર ને લગતા તમામ રોગો જેમ કે :- ગેસ, એસિડિટી, કબજિયાત, આંતરડા ના ચાંદા, IBS તકલીફ, અપચો, પિત્ત.

મળ માર્ગ ને લગતા રોગો જેવા કે હરસ – મશા – ફિશર – મળ ત્યાગ માં લોહી પડવું – મળ માર્ગ માં અસહ્ય દુઃખાવો કે બળતરા થવી.અને તમામ પ્રકાર ના દુઃખાવા જેમાં સાંધા સ્નાયુ, હાડકા ના દુઃખાવા ઘસારો, હાથ-પગ-ઢીંચણ-કમર- કરોડરજ્જુ દુઃખાવો, ફ્રોઝોન સોલ્ડર, સાયટિકા, આમ વાત્, સંધિવા માટે નિ:શુલ્ક નિદાન કરવા માં આવશે. આજના સમયમાં ઘણા લોકો રોજબરોજ દવા લેતા-લેતા થાકી ગયા છે.બીપી,ડાયાબિટીસ,કોલેસ્ટ્રોલ,ગેસ,એસિડિટી,દુઃખાવા વગેરે જેવી સમસ્યાઓમાં દવાઓ થોડા સમય માટે રાહત આપે છે, પરંતુ સમસ્યા ફરી પાછી આવી જાય છે.

ત્યારે મનમાં પ્રશ્ન થાય છે –
“શું આ સમસ્યાઓનો કાયમી અને કુદરતી ઉપચાર નથી?”
આ પ્રશ્નનો જવાબ આયુર્વેદ/નેચરોપેથી આપે છે – મૂળ કારણની સારવાર.
“હવે દવા નહિ પણ દિશા બદલવાની જરૂર છે”
આપણા ઋષમુનિઓએ આપેલ આપણી શાસ્ત્રોક્ત આયુર્વેદ પદ્ધતિ જે આપણું મૂળ છે અને મૂળ થી જોડાશો તો સ્વસ્થ અને રોગ મુક્ત જરૂર રહેશો.

આ કેમ્પ નો લાભ લેવા અને આવવા માટે તમારા નામ ની નોધણી અગાઉ 7046422118 પર કરાવવી.
સ્થળ:- કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં -S95, સાધના ભેળ ની ઉપર, રવાપર ચોકડી, મોરબી

 

 


Leave a Comment