મોરબી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બનતા પરિવાર દ્વારા સન્માન.

મોરબી ભાજપના પાયાના પથ્થર સમાન અને હંમેશા સંગઠનને મજબૂત કરવા અથાગ મહેનત કરતા અને સતવારા સમાજ સહીત સામાજીક કાર્યોમાં પોતાનું યોગદાન પુરૂ પાડતા મોરબીના નિર્મળાબેન હડીયાલની કાર્યશૈલી બાદ તેમને મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી માંથી ઉપાધ્યક્ષ જાહેર કરવામાં આવતા તેમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા સાથે સન્માન થઇ રહ્યા છે. જીલ્લા ભાજપ, અનસ્ટોપેબલ વૉરિયર્સ બાદ ગઈકાલે તેમના મોરબી સ્થિત સમસ્ત હડિયલ પરિવારે તેમનું સન્માન કરી ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.


Leave a Comment