
મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે વર્તન વ્યવહાર કરવામાં આવે છે, બાળાઓની વિવિધ જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે એ અન્વયે આ શાળામાં ફરજ બજાવતા પૂર્વ સીઆરસી કો.ઓર્ડિનેટર શિક્ષક ઉપ આચાર્ય એવા અરવિંદભાઈ કૈલાના પૂજ્ય પિતા અંબારામભાઈ કૈલાનું દુઃખદ અવસાન થવાથી અરવિંદભાઈએ પોતાના બહેન-બનેવી પુત્ર-પુત્રવધુ, દિકરી-જમાઈ વગેરેના સહયોગથી શાળાની 414 બાળાઓ માટે દર મહિનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે 13 તેર વખત ભોજન પ્રસાદ કે શૈક્ષણિક વસ્તુ અર્પણ કરવાનો સંકલ્પ કરેલ છે,એ મુજબ અત્યાર સુધીમાં છ વખત ભોજન અર્પણ કરેલ છે અને આજ રોજ તમામ બાળાઓ ચિત્ર દોરી શકે એ માટે ચિત્રપોથી અર્પણ કરી વધુ એક પ્રેરણાદાયી કાર્ય કરતા સમગ્ર શાળા પરિવારે અરવિંદભાઈ કૈલાનો આભાર પ્રકટ કર્યો હતો.






