મોરબીના 88 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા – 634 બાકીદારોને મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ વોરંટ ઇસ્યુ કર્યા: રહેણાંક મિલકતમાં વેરો ભરપાઈ ન કરનાર 2- આસામીઓના નળ કનેક્શન કપાયા.

- મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસ ખાતે 31-03-2026 સુધી દર શનિવારે મિલકત વેરો સ્વીકારવામાં અને જે મિલકતધારકો દ્રારા ટેકસ ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકતવેરા પર 18% વ્યાજ લગાવવામાં આવશે.
મોરબી: 27-02-2026
મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી મિલકતવેરા શાખાએ હાથ ધરી હતી.
મોરબી મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે મિલકત આસામીઓ દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી અંતર્ગત ગત અત્યાર સુધીમા કુલ 634 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી, આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 26,54,90,700-/ (26.54કરોડ)ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી, તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,53,13,352 (2.53કરોડ)ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. જેમાં 24 બાકીદારોએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 64 મિલકતધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકતહોયતેનો મિલકતવેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળકનેકશન મિલકત વેરા શાખાએ કાપ્યું હતું. અને આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્રારા આપતા મિલકતધારક દ્રારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કાપ્યામાં આવશે.
આગામી સમયમાં મિલકતવેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે, ટેકસશાખાની વોરંટ બજવણી અને સીલીંગ પ્રોસેસ તા. 31-03-2026 સુધી યથાવત રહેશે. જેની સર્વે બાકીદારોએ નોંધ લેવી.
મોરબી મહાનગરપાલિકાના બાકીદારો માટે મિલકતવેરો ભરપાઈ કરવા માટે હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર દ્રારા ઓનલાઈન વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનથી ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્રારાકુલ 11(અગીયાર) નીચે દર્શાવેલ કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે જેમના સ્થળ નીચે મુજબ દર્શાવેલ છે. કલસ્ટર-1 (નાનીવાવડીપંચાયત), કલસ્ટર-2 (અમરેલીપંચાયત), કલસ્ટર-3 (મહેન્દ્રનગરપંચાયત), કલસ્ટર-4 (ભડીયાદપંચાયત), કલસ્ટર-5 (ત્રાજપરપંચાયત), કલસ્ટર-6 (ગ્રીનચોકલાઈબ્રેરી), કલસ્ટર-7 (વિશ્વકર્મબાલમંદિર, વાંકાનેરદરવાજાપાસે), કલસ્ટર-9 (શનાળાગ્રામપંચાયત), કલસ્ટર-10 (રવાપરગ્રામપંચાયત), કલસ્ટર-11 (લીલાપરગ્રામપંચાયત) ઓફિસમાં સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. તેમજ હાલ મહાનગરપાલિકામાં રૂમનં-9માં POS મશીન દ્રારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પરજઈ Morbi Municipal Corporation લખતા મોરબીમહાનગરપાલિકાના લોગોવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી મહાનગરપાલિકા દ્રારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્રારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. જેના વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલથી જાણ કરવામાં આવેલ છે.





