મોરબી : પ્રેમ પ્રકરણમાં મર્ડર કરનાર આરોપીયો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીજન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલ હત્યાના ગુનાના કામના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી મોરબી સીટી બી-ડીવીજન પોલીસ

મોરબી સીટી બી- ડીવીજન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૯૨૦/૨૦ આઇ.પી.સી. કલમ-૩૨૩,૩૨૫,૩૬૫,૩૦૨,૧૧૪ વિગેરે મુજબનો બનાવ ગઇ તા-૦૩/૦૫/૨૦૨૨ ના કલાક ૧૭/૦૦ વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર વિસ્તારમાં બનેલ હતો. જેની તપાસ પો.ઇન્સ. પી.એ.દેકાવાડીયા નાઓ કરતા હોય અને આ બનાવ અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ સાહેબના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ આ કામના આરોપીઓને સત્વરે ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી કામગીરી કરેલ અને જેના ભાગરૂપે આરોપી ધર્મેશભાઇ તથા પરેશભાઇની  તા-૦૪/૦૫/૨૦૨૨ ના કલાક-૨૨/૩૦ વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પાસેથી મળી આવતાં ધરપકડ કરેલ છે. તેમજ આરોપી મીનાબેનની કલાક-૧૧/૩૦ વાગ્યે પોલીસ સ્ટેશન ખાતેથી ધરપકડ કરેલ છે. આ કામે આગળની તપાસ ચાલુ છે.

આ કામે બનાવની હકિકત જોતા મરણ જનાર મિતેશ ભરતભાઇ કુબાવત ઉવ. ૨૧ રહે મહેન્દ્રનગર ગામ મોરબી વાળાને આ કામના આરોપી મીનાબેન D/O બાલુભાઇ વીડજાની સગીરવયની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ થઇ જતા આ કામના આરોપીઓ નં- ધર્મેશભાઇ બાલભાઇ વીડજા તથા નં-૨ પરેશભાઇ બાલભાઇ વીડજા તથા નં-૩ મીનાબેન 0/0 બાલભાઇ વીડજા તમામ રહે મહેન્દ્રનગર મોરબી નાઓએ આ કામના મરણ જનાર મિતેશને મહેન્દ્રનગર વિસ્તારમાં તેના બુલેટ મોટર સાઇકલ પરથી પછાડી દઇ લાકડાના ધોકા વડે તથા ઢીકા પાટુનો માર મારી મરણ જનારને આરોપીઓ તેની આઇ-૧૦ ફોર વ્હીલ ગાડીમાં અપહરણ કરી સી.એન.જી. પંપ પાછળ આવેલ વાડી વિસ્તારમાં લઇ જઇ ત્યાં પણ લાકડાના ધોકા તથા ઢીકા પાટુનો માર મારી મરણ જનારને શરીરે મરણતોલ ઇજા પહોંચાડેલ હોય જેથી આ કામે મિતેશભાઇનુ રાજકોટ ગીરીરાજ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મરણ થયેલ