નારી તું નારાયણી, નારી તું સર્વ રક્ષતી એ સુત્રને સાર્થક કરવાના ઉતમ હેતુ સાથે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેડીકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવીને રોગનું નિદાન કરાવ્યું હતું

મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સર્વરોગ નિદાન માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ટંકારા સરસ્વતી શિશુ મંદિર પરિવારના સભ્યોએ સહભાગી થયા હતા.આ કેમ્પમાં સ્ત્રી રોગ,એમ્બ્રિયોલોજીસ્ટ, ચામડી,વાળ, નખ, ડાયાબીટીસ, કાન, નાક ગળું,બાળરોગ, તાવ, શરદી, ઉધરસ,આંખના રોગ, હાડકાના રોગ અને કેન્સર સહિતના રોગ માટે આયોજિત મેડીકલ કેમ્પમાં ૫૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં નિષ્ણાત ડોકટરો ડો અંકિતા પટેલ, ડો ભૂમિ જાકાસણીયા, ડો કલ્પેશ રંગપરિયા, ડો મયુર સદાતિયાં,ડો અક્ષય જાકાસણીયા,ડો ઋષિ વાંસદડીયા, ડો.મેહુલ પનારા, ડો. ખંજન સરડવા, ડો મેઘલ ગાજીપરા,ડો અલકેશ પટેલ, ડો. નિધિ સુરાણી, ડો વસંતભાઈ કાસુન્દ્રા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી તેમજ હેલ્થકેર લેબોરેટરી મોરબીના રાહુલ શિયાલ દ્વારા દર્દીઓને હિમોગ્લોબીન, સુગર અને બ્લડ ગ્રુપના રીપોર્ટ ની શુલ્ક કરી આપવામાં આવતા હતા તો કેમ્પમાં દર્દીઓને ની શુલ્ક દવાનું વિતરણ પાટીદાર વુમનસ પાવર ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું
પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ડો અંકિતાબેન પટેલ, કાજલબેન આદ્રોજા, આશાબેન ભાલોડીયા, અલ્પાબેન કાસુન્દ્રા, વનીતાબેન વરમોરા, ગૌરીબેન અઘારા, ડો નિધિ સુરાણી સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો





