મોરબી સિરામિક એસો.ના હોદેદારોની મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ વિવિધ પ્રશ્ને રજુઆત

બાંધકામ જંત્રી, જીપીસીબી, ગ્રાઉન્ડ વોટર, ૬૬ કે.વી. સાપર તથા ૨૨૦ કે.વી. રંગપર સબ સ્ટેશનને લગતા પ્રશ્નો રજૂ કરાયા, મંત્રીઓએ નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો

મોરબી : મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનોએ આજે મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને રૂબરૂ મળી બાંધકામ જંત્રી, જીપીસીબી, ગ્રાઉન્ડ વોટર, ૬૬ કે.વી. સાપર તથા ૨૨૦ કે.વી. રંગપર સબ સ્ટેશનને લગતા પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા સાથે અન્ય આગેવાનો સુખદેવભાઈ, શામજીભાઈ તથા રમેશભાઈએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા તેમના અંગત સચિવની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બાંધકામ જંત્રી સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ %