મોરબીમાં આમતો રંગીલું છે પણ જયારે સરકારી કચેરીમાં આવી ક્રિયા થાય ત્યારે તંત્રને આ બાબતે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે પ્રજાના પ્રશ્નોનું જ્યાં સુખ સમાધાન થતું હોય તે કચેરીમાં કામલીલા થાય તે કેટલી યોગ્ય હોય શકે ?

મોરબીમાં લાલબાગ ખાતે તાલુકા સેવા સદનમાં શૌચાલય માં વપરાયેલ નિરોધ જોવા મળ્યું છે આ કોણે વાપર્યું તે અગત્યનો સવાલ છે સરકારી બિલ્ડીંગમાં આવું કૃત્ય કોને કર્યું ? શું કોઈ સરકારી કર્મચારી હશે કે પછી કોઈ બહારથી આવીને આવું કૃત્ય કરી ગયા હશે તે એક મોટો સવાલ છે હાલ તો આ બાબતે કલેકટર દ્વારા આ કચેરીઓમાં શીષતા જળવાય રહે તેવા પગલાં ભરવા અત્યંત જરૂરી છે સરકારી કચેરીએ તંત્રની આન-બાન અને શાન છે પણ જયારે આવું કૃત્ય થાય ત્યારે તંત્રને નીચું મોઢું રાખવાના દીવસો આવે છે

નોંધઃ આ સમાચાર તંત્રને નીચું દેખાડવામાં માટે નથી પણ વાસ્તવિક્તા જણાવીને આવું ભવિષ્યમાં ના બને તે માટે પ્રકાશિત કરી રહ્યા છીએ.





