મોરબીના લખધીરપુર રોડ પર હથિયાર બતાવી રોકડ, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ બાઈક ચાલક યુવાનને હથિયાર દેખાડી રોકડ, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી ગયા હતા

બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામિક ઝોન લખધીરપુર રોડ પર એક બાઈક ચાલક યુવાન જતો હતો ત્યારે બાઈકમાં આવેલ બે અજાણ્યા ઈસમો હિન્દીભાષી જેવાએ યુવાનના બાઈકને આંતરી લીધું હતું અને કોઈ હથિયાર દેખાડી લૂંટ ચલાવી હતી નંબર પ્લેટ વગરની બાઈકમાં આવેલ બે ઈસમો યુવાન પાસેથી રોકડ રૂ ૫૦૦૦, મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી ગયા હતા બનાવને પગલે જીલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી અને પોલીસે વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે