મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા સમગ્ર શહેર દબાણ મુક્ત રહે તે માટે ભારે કમરકસી મોરબીના અલગ અલગ વિસ્તારોમાં દર સપ્તાહે વનવીક વન રોડ દરમિયાન શહેરના હાર્દસમા વિસ્તારોમાં અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન મોરબીના ઘુંટુ રોડ પરના મોરબી મનપાની એસ્ટેટ શાખા એ દૂર કર્યા હતા, આ સમગ્ર કામગીરી દરમિયાન શહેરના જાહેરમાર્ગો પર થી સરળતાથી વાહન વ્યવહાર પસાર થઈ શકે થતાં માર્ગ પરદબાણ ના કારણે થતી વાહનચાલકોને હલકીનો અંત આવે તેવો રહ્યો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા “વન વીક વન રોડ” અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કામગીરી સમગ્ર શહેર દબાણ મુક્ત રહે તે માટે કરવામાં આવતી હોય છે. આ સપ્તાહ દરમિયાન મોરબીના ત્રાજપર ચોકડી થી જૂના ઘુંટુ રોડ પરના અનધિકૃત દબાણો મનપાની એસ્ટેટ શાખા એ દૂર કર્યા હતા, જેમાં જાહેરમાર્ગ માં નડતરરૂપ 28 થી ૩૦ પાકા દબાણો જેસીબીની મદદ થી મોરબી મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા એ દૂર કર્યા હતા, ,મોરબી મનપાની એસ્ટેટ શાખા એ ઘુંટુ રોડને દબાણ મુક્ત કર્યો હતો, આ વિસ્તારમાં વાહન વ્યવહાર સુગમ બને તે માટે એસ્ટેટ શાખા એ ગેરકાયદેસર તમામ દબણો દૂર કરી સમગ્ર માર્ગને ખુલ્લો કર્યો હતો. ઘુંટુ રોડ દબાણ મુક્ત બનતા આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોને પડતી અગવડતા દૂર થઈ હતી. તેમ મોરબી મહાનગર પાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાની એક યાદીમાં જણાવ્યું છે. એસ્ટેટ અને દબાણ શાખા મોરબી મહાનગરપાલિકા






