મોરબી મનપાની ફાયર શાખા એ સરકારી કચેરીમાં ૨૧૭ લોકોને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી

મોરબી: ૨૫-૦૨-૨૦૨૬
મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ૦૪ સરકારી કચેરીમાં ૨૧૭ વ્યક્તિઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગ નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવ્યા હતા. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૧૮૫ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી પ્રગતિ હેઠળ છે. આ સમયમાં ૦૧ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય છે.
મોરબીમાં ૦૨ રેસ્ક્યુ કોલ તેમજ મોરબીમાં ૦3 આગ લાગવાના બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો ફુલ (PPE)આધુનિક સાધનો દ્વારા ફાયર ફાઈટીંગ કરવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ – (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.


Leave a Comment