

મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખાએ શહેરના હોટલ- રેસ્ટોરન્ટ બેકરી માં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા, અખાદ્ય કલર, વાસી ખોરાક, એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થો મળી આવતા સ્થળ પર જ ફૂડ શાખા એ નાશ કર્યો હતો. ફૂડ લાઇસન્સનું રજીસ્ટ્રેશન ન કરનાર વેપારી તથા વધુ પડતી બેદરકારી રાખનાર 32 ખાણી -પીણીના ધંધાર્થીને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ નોટિસ પાઠવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં હોટલ- રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી, મીઠાઇના વેપારી વગેરે જગ્યા પર ખાધ પદાર્થનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ સપ્તાહ દરમિયાન મોરબી મહાનગરપાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરના કુલ 56 ખાધ પદાર્થનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રવાપર રોડ, લાલબાગ, ગાંધીચીક નાસ્તાગલી, સહિતની સ્ટ્રીટફૂડ ના વિક્રેતાને ત્યાં ખાધ પદાર્થનું નિરીક્ષણ, સ્વછતા, વાસીખોરાક, એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ, અખાદ્ય કલર, ફૂડ લાઇસન્સ સહિતની બાબતો ધ્યાન પર આવતા અખાદ્ય ખોરાક અને કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, તેમજ સ્વછતા અને ફૂડ લાઇસન્સ સહિતના મુદે 32 જેટલા ખાણી-પીણીના ધંધાર્થી ને નોટિસ આપવામાં આવી હતી. જેમાં જે. કે. હોટલમાં વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોય તેનો ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કર્યો હતો, રવાપર રોડ પર આવેલ શિવ પાંવભાજી માંથી વાસીખોરાક નો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો ,તેમજ રવાપર રોડ પર આવેલ વિરાટ પાંવ ભાજી તથા ગુરુકૃપા પાંવભાજી માંથી વધુપડતો અખાધ કલર જોવા મળતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, રવાપર રોડ પર આવેલ ભવાની સ્વીટમાંથી એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થ મળી આવતા સ્થળપર જ નાશ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે આથી ખાણીપીણીના ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે. અનહાઇજેનિક અને વાસીખોરાકને ઉપયોગમાં ના લેવા, અખાધ કલરનો ઉપયોગના કરવો પોતાની પેઢીને સ્વછ અને ફૂડ લાઇસન્સ ઓનલાઈન પ્રક્રિયાથી દરેક ખાણી-પીણીના ધંધાર્થી એ મેળવી લેવાનું રહેશે.
ફૂડસેફટી ઇન્સ્પેક્ટર
મોરબી મહાનગરપાલિકા





