મોરબી શહેર માં શહેર પેટા વિભાગ ૧ અને ૨ હેઠળ આવતીકાલે તારીખ ૦૯.૦૮.૨૦૨૩ ના બુધવારના રોજ નવા કનેક્શન ની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઈ નીચે મુજબ વીજ પુરવઠો બંધ રહેશે.
મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી મુનનગર ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.







મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ચિત્રકૂટ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં માધાપર, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, ઘાંચી શેરી, મંગળભુવન, રોહિદાસપરા, ચાર ગોડાઉન, અંબિકા રોડ, નવડેલા રોડ, તખ્તસિંહજી રોડ વિગેરે વિસ્તાર, તથા આસપાસ ના વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેશે.
તથા વાવડી રોડ ફીડર માં સવારે ૦૯ થી ૧૧ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. જેમાં વાવડી રોડ પરના વિસ્તારો જેવાકે ક્રિષ્ના પાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા. સોમૈયા સોસા, ગાયત્રી નગર, અમૃત પાર્ક, અશોકપાર્ક વિગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેશે.

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૯/૦૮/૨૦૨૩ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.
અમૃત IND ૮ થી ૨ ( ગજાનંદ સોસાયટી તેમજ તેની આસપાસ નો વિસ્તાર), તેમજ ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણ માં દર્શાવેલ સમય સુધી સુધીવીજ પુરવઠો બંધ રહેશે
નોંધ:-મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે





