રવિવારે : મોરબી શહેર હોસ્પીટલ ફીડર વિસ્તારમાં વીજકાપ રહેશે

તારીખ ૧૯.૦૪.૨૦૨૬ ના રવિવારના રોજ નવા કામની કામગીરી તેમજ ફિડર મેન્ટેનન્સ કરવાની કામગીરી હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી.

જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટના તમામ વિસ્તાર જેવા કે તમામ હોસ્પીટલ, તમામ શોપિંગ સેન્ટર, કેકે સ્ટીલ બાજુનો વિસ્તાર, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, જૈન સમાજ વાડી, લોહાણા મંદિર, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, મોરબી મહાનગરપાલિકા આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.


Leave a Comment