હળવદ : રેલવે ટ્રેક એક રાત્રિમાં બે અલગ અલગ યુવાનો ઘટના સ્થળે જ મોત

હળવદમાં રેલવે ટ્રેક પર અચાનક યુવક આવી જતાં ઘટના સ્થળે મોત- એકી સાથે બે બનાવ બનતા બંનેના ઘટનાસ્થળે મોત

હળવદ રેલવે ટ્રેક પર રાત્રિના સમયે રેલવે મજદૂર અચાનક જ ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેન અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હજી ઘટનાને ગણતરીની કલાકો થઈ ન હતી તેવામાં બીજી એક ટ્રેન નીચે હળવદના અન્ય એક યુવકનું મોત નીપજ્યું હતું બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે પાટિયા નજીક રેલવે ટ્રેક પર રેલવે મજદૂર કોઈ કારણોસર ટ્રેક્ પર થી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારે મોડી રાત્રે હળવદ બીએસએનએલ એક્સચેન્જ સામે અન્ય એક યુવક રાત્રિના સમયે રેલવે ટ્રેક પર આવી જતા ટ્રેન નીચે મોત નીપજયું હતું એક રાત્રિમાં હળવદના બે અલગ અલગ યુવાનો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

એક યુવક ની ઓળખ પરેશભાઈ ધનશંકર ભાઈ મહેતા ઉંમર વર્ષ 32 રહેવાનું દિવ્ય પાર્ક , જ્યારે અન્ય એક યુવક રેલવે મજદૂર તરીકે મૂળ રહેવાસી હોવાનું જાણવા મળેલ સત્ય વીરસિંહ કુસ વા ઉમર વર્ષ 37 મૂળ રહેવાસી આગ્રા યુપી કે હળવદ રેલવે માં કામ કરતો હોવાનું જાણવા મળેલ બંનેની લાશનો કબજો મેળવી રેલવે પોલીસે પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી, રેલ્વે એ એસ આઈ દિનેશભાઈ વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે રાત્રિના સમયે બનાવની જાણ થતાં જ સમાજસેવક વિજયભાઈ રાવલ ઘટના સ્થળે જઇ રેલવે પોલીસને મદદરૂપ બન્યા હતા


વિશાલ જયસ્વાલ હળવદ