મોરબી સબ જેલમાં આજે અમદાવાદ સ્કવોડ ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું જે ચેકિંગ દરમિયાન સબ જેલમાંથી બે બિનવારસી મોબાઈલ મળી આવતા ચકચાર મચી છે અગાઉ પણ સબ જેલમાંથી મોબાઈલ, તમાકુ અને માવા સહિતની ચીજવસ્તુઓ મળી આવી છે અને સબ જેલ વિવાદોમાં ઘેરાયેલી રહે છે

પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદના ઝડતી સ્કવોડ જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ સબ જેલના કોઈ કેદી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે કે આજે તા. ૧૩ ના રોજ અમદાવાદ સ્પેશ્યલ સ્કવોડ દ્વારા સરકારી ગાડી જીજે ૦૧ જીએ ૨૩૫૩ વાળીમાં સવારે ૧૧ કલાકે મોરબીની સબ જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ટીમે સબ જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી કરી હતી

જે દરમિયાન જેલના સર્કલ નંબર ૦૨૦૨ બેરેક ૩ અને ૪ વચ્ચે આવેલ જનરલ સંડાશ બાથરૂમમાં બેરેક નંબર ૪ બાજુથી ૬ નંબરના બાથરૂમમાં પાણી જવાના બાકોરામાં કાળા કલરના ઝબલામાં વીંટાળી છુપાવી રાખેલ મોબાઈલ નંગ ૦૨ મળી આવ્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે અજાણ્યા કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

