મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિર્મળાબેન હડિયલની નિમણુંક થતાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા સન્માન યોજાયું

મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે નિર્મળાબેન ડાયાલાલ હડિયલની નિમણુંક કરવામાં આવી છે.

નિર્મળાબેન હડિયલની ઉપપ્રમુખ તરીકે નિમણુંક થતાં ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો દ્વારા નિર્મળાબેન હડિયલની વરણીને વધાવી લીધી હતી. અને ગ્રુપની બહેનો દ્વારા તેમને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી નિર્મળાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નિર્મળાબેન હડિયલ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપમાં પણ સભ્ય તરીકે સેવા આપી અનેક સેવાકાર્યોમાં સહભાગી બની રહ્યા છે.


Leave a Comment