મોરબીની યુવા પેઢીને રાજાશાહી મણિમંદિર જોવાનો સુવર્ણ અવસર મળ્યો છે વર્ષો પછી લોકો માટે ખુલ્લું મુકાયેલ મણિમંદિર મોરબીની પ્રજા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે પણ આ આકર્ષણ ના કેન્દ્ર પર આવારું તત્વો અસામાજિક પ્રવુતિ કરી ને આકર્ષણ કેન્દ્રે હાનિ પહોંચાડી રહ્યા છે પ્રથમ દિવસે જ મણિમંદિર ની બહાર આવારું તત્વો બાઇક રાખીને ઉભા રહેતા જોવા મળ્યા જાણે વારસહી માં મણિમંદિર મળેલ હોય તે રીતે ત્યાં બેસીબે રુબાબ જમાવતા આવારું તત્વો જોવા મળ્યા છે








મોરબી ખાતે આવેલ મણિમંદિર વર્ષો પછી લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે પણ તંત્ર દ્વારા તે સ્થાન માટે સરખી વ્યવસ્થા કરવી જરૂરી છે આજે શરૂઆતના દિવસથીજ આવારું તત્વો જોવા મળ્યા હતા જે સતત તે સ્થળ પર રહીને ચેન ચાળા કરતા જોવા મળ્યા છે તેથી મણિમંદિર ની શાન ને નુકશાન ન થાય તેમજ આગામી દિવસોમાં કોઈ અણબનાવ ના બને તે માટે સ્થળ પર સુરક્ષા વધારવી જરૂરી છે
આ બાબતે તંત્ર યોગ્ય નિર્ણય લઈને સુરક્ષા વધારી આવનાર દિવસોમાં અણબનાવ ના બને તેવી વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે





