આગામી દિવાળી તહેવારોને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ શાખા દ્વારા બધા કર્મચારીની રજા કેન્સલ કરવામાં આવેલ છે તમામ સ્ટાફ મોરબી હેડ ક્વાર્ટર ખાતે હાજર રહી અને નાગરિકો સલામત રીતે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે દિવાળીના સાંજથી બીજા દિવસે સવાર સુધી અલગ અલગ નીચે જણાવ્યા મુજબના ચાર સ્થળ ઉપર ફાયર વ્હીકલ સ્ટાફ સાથે સ્ટેન્ડબાય અને કેસરબાગ ફાયર સ્ટેશન ખાતે હાજર રહેશે.
(૧) રવાપર ચોકડી ખાતે
(૨) નવા બસ સ્ટેન્ડ પાસે

(૩) મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠે
(૪) મહેન્દ્રનગર ચોકડી પાસે
ફાયર શાખાની સુસજ્જતા :
દિવાળી પર્વ નિમિત્તે મોરબી શહેર તથા જિલ્લાના નાગરિકોની સૂરક્ષા અર્થે ફાયર શાખાના અધિકારીઓ તથા ૪૦ ફાયરના જવાનો ૨૪×૭ સ્ટેન્ડ-બાય પર રહેશે. શહેરના મુખ્ય વિસ્તારો અને ગીચ બજારોમાં ફાયર ટેન્ડર અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગમાં કરવામાં આવશે.
મોરબીની જનતાને ફાયર એન્ડ ઈમરજન્સી શાખા ની અપીલ છે કે ફટાકડાં ફોડતી વખતે યોગ્ય અંતર રાખવું જેથી સ્વયં વ્યક્તિ કે આસ-પાસની મિલકતને નુકશાન ન થાય, સાથે જરૂરી અગ્નિશામક જેવી કે પાણી અને રેતીની ડોલ, ફાયર એક્સટીન્ગ્યુશર રાખવું. કોઈપણ પ્રકારની આગ, અકસ્માત કે ઈમરજન્સી પરિસ્થિતિમાં વિલંબ કર્યા વિના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો:
- ફાયર કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર: ૧૦૧
- ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ: ૧૧૨
- મોરબી ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમ: ૦૨૮૨૨-૨૩૦૦૫૦





