વકીલ દીપા જોશેફે યુક્રેન પહોંચીને ડિટેન્શન સેન્ટરમાં છેલ્લા ૧૩ મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોઠીને તેની માતા હસીનાબેન સાથે વિડિયો કોલ દ્વારા વાતચીત કરાવી હતી.
આ વિડિયો કોલ દરમિયાન માતા-પુત્ર વચ્ચે અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વકીલ દીપા જોસેફની હાજરીના કારણે હસીનાબેનને પુત્ર સાહિલ સાથે આશરે અડધો કલાક જેટલો સમય વિગતવાર વાત કરવા મળી હતી. વાતચીત દરમિયાન સાહિલે જણાવ્યું હતું કે તે ડિટેન્શન સેન્ટરમાં સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી લાકડાના સોફા સેટ સહિતનું ફર્નિચર બનાવવાનું કામ કરી રહ્યો છે. સાહિલની માતા હસીનાબેને રાહત વ્યક્ત કરતા જણાવ્યું કે યુક્રેન સરકાર તેમના પુત્રની સારી રીતે સંભાળ રાખી રહી છે.
સાહિલના માતાએ પુત્રને વહેલી તકે સહીસલામત ભારત પરત લાવવામાં આવે તેવી સરકાર સમક્ષ અપીલ કરી છે. આ દિશામાં મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે, કારણ કે એડવોકેટ દીપા જોસેફ આગામી ૯ તારીખના રોજ યુક્રેનના જનરલ બ્રિગેડિયર સાથે એક મહત્વપૂર્ણ મીટિંગ કરવા જઈ રહ્યા છે. આ બેઠકમાં સાહિલને વતન પરત લાવવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી






