મોરબી માર્કેટિંગ યાર્ડમાં તા. ૦૫ થી ૧૩ સુધી દિવાળીનું મીની વેકેશન જાહેર

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં તા. ૦૫ થી ૧૩ સુધી દિવાળી તહેવાર નિમિતે યાર્ડના અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે જેથી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે જેની એજન્ટ, વેપારીઓ અને ખેડૂતોએ નોંધ લેવા જણાવ્યું છે

દિવાળી મીની વેકેશન જાહેર થતા તા. ૦૪ ને બુધવારે સવારના ૯ વાગ્યા સુધી જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે તા. ૦૫ ને ગુરુવારના રોજ પડતર માલની હરાજી લેવામાં આવશે તા. ૦૫ થી ૧૩ સુધી રજાના દિવસોમાં કોઇપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહિ તા. ૧૪ ને શનિવારના રોજ લાભ પાંચમથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરુ કરવામાં આવશે વેપારીઓએ પોતાનો માલ સેડ પરથી ઉપાડી લેવા સુચના આપવામાં આવી છે


Leave a Comment