મોરબીના મેલડીમાં મંદિર દ્વારા માળિયાની શાળાઓમાં ફુલસકેપનું વિતરણ કરાયું

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડીમાંના મંદિર દ્વારા માળિયા તાલુકાના મોટી બરાર મુકામે આવેલી મોડેલ સ્કુલમાં અભ્યાસ કરતા 224 વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું છે. દરેક વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ફૂલસ્કેપ નોટબુક અર્પણ કરેલ છે. તમામ દાતાઓનો શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આભાર પ્રકટ કર્યો.

મંદિર દ્વારા રાહતદરે દવાખાનું, દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મણ લીલું ઘાસ ગાયોને ખવડાવવું, દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી, દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો,દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.

જેમાં માતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે.આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

કાર્યક્રમ દરમિયાન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોતાના વક્તવ્ય દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય બી. એન. વિડજાએ આભાર વિધિ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.