મોરબી જિલ્લામાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૧૫૫૨ દીકરીઓને આર્થિક સહાય ચૂકવાઈ

રાજ્યમાં દીકરીઓ માટે સરકાર બની શેઠ સગાળશા :; મોરબી જિલ્લામાં .૮૦ કરોડ રૂપિયાનું મામેરું કર્યુ

વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વસતા તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટેની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. સરકારે દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે  કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મુકી છે.

સમાજ કલ્યાણ અધિકારી ડી. એમ. સાવરિયા તથા એલ.વી. લાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ અનુ. જાતીની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. મોરબી જિલ્લામાં ૧,૫૫૨ દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે. સરકારે આ યોજનાનાં માધ્યમથી દીકરીઓને રૂ.૧,૮૦,૮૦,૦૦૦ ની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જે પૈકી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાતવર્ગની ૧,૨૯૭ દીકરીઓને ૧,૫૧,૧૬,૦૦૦ અનુ.
જાતિ શહેરી વિસ્તારમાં ૮૫ દીકરીઓને રૂ. ૯,૮૪,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૦ દીકરીઓને રૂ. ૧૯,૮૦,૦૦૦ ની સહાય આપવામાં આવી છે. “કુંવરબાઈનું મામેરું સહાય યોજના” માં પહેલા રૂ. ૧૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવતી હતી. તેમાં રૂ. ૨,૦૦૦ નો વધારો થતાં હાલ રૂ. ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે https://esamajkalyan.gujarat.gov.in/’ એટલે કે ઈ-સમાજ કલ્યાણ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી કરવાની હોય છે. વધુ માહિતી માટે જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયતનો સંપર્ક કરી શકાય છે.

અરજી સમયે કન્યાનું આધાર કાર્ડ, કન્યાનું ચૂંટણી કાર્ડ- કન્યાના પિતા/ વાલીનું આધાર કાર્ડ- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલો કન્યાની જાતીનો દાખલો- સક્ષમ અધિકારી પાસેથી મેળવેલો યુવકની જાતીનો દાખલો(જો હોય તો)-રહેઠાણ નો પુરાવો (વીજળી બીલ/ લાઇસન્સ/ ભાડા કરાર/ ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક) કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો- કન્યાની જન્મ તારીખનો આધાર (L.C./જન્મ તારીખનો દાખલો/ અભણના કિસ્સામાં સરકારી ડોક્ટરનું પ્રમાણ પત્ર)- વરની જન્મ તારીખનો આધાર (L.C./ જન્મ તારીખનો દાખલો/ અભણના કિસ્સામાં સરકારી ડોક્ટરનું પ્રમાણ પત્ર) લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેન્ક પાસબુકની પ્રથમ પાનની નકલ/રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) કન્યાના પિતા/વાલીનું બાહેંધરી પત્રક- જો પિતા હયાત ન હોય તો મરણ નો દાખલો સહીત વગેરે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે આવક મર્યાદા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦ ની રાખવામાં આવી છે. અનુ. જાતીની કુટુંબ દીઠ બે દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમાં યુવકની વય ૨૧ વર્ષ તથા કન્યાની વય ૧૮ વર્ષ હોવી આવશ્યક છે. લગ્નની તારીખથી ૨ વર્ષના સમય ગાળામાં અરજી કરી શકાય છે.