ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 70 થી વધુ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવ્યા

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા પુષ્ય નક્ષત્ર ના દિવસે સુવર્ણ પ્રાશન નો વાર્ષિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.

જેમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલી આંગણ વાડી ના 70 થી વધુ બાળકોને આખું વર્ષ દરેક મહિનાનાં પુષ્ય નક્ષત્રમાં ક્લબ દ્વારા સુવર્ણ પ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવશે જેની શરૂઆત આજે 25-5-2023 થી કરવામાં આવી

આ પ્રોજેક્ટ ના દાતા દિલીપભાઈ આયર અને પ્રોજેક્ટ માં સહયોગ આપનાર વૈદ્ય રાજુભાઈ પરમાર નો ક્લબ દ્વારા આભાર માનવામાં આવ્યો. આ સાથે કાળઝાળ ગરમીમાં પણ ક્લબ ના મેમ્બર્સ એ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો. આ તકે કલબના પ્રમુખ મયૂરીબેન કોટેચા એ સૌનો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો