મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

મોરબી,રાષ્ટ્ર કે હિતમેં,શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિતમેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કામ કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી મોરબી જિલ્લો તેમજ સૌરાષ્ટ્ર સંભાગ તેમજ કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ વગેરેએ નવ નિયુક્ત મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીને સ્વતંત્રતાના 75 શૂરવીરો પુસ્તક અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને રાષ્ટ્ર સેવા,સમાજ સેવાના કોઈ પણ કામ માટે મહાસંઘ હંમેશા આપની મદદ માટે તૈયાર છે એવું નવ નિયુક્ત પ્રમુખને જણાવ્યું હતું

આ તકે દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરીની પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપ તરીકેના કાર્યો સિદ્ધિઓ અને ગતિ ગરિમાને પણ મહાસંઘ દ્વારા બિરદાવી હતી અને મોરબી જિલ્લાના શિક્ષણ વિશે શિક્ષકોના પ્રશ્નો વિશે તેમજ આગામી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વિશે બંને મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી.