સાવધાન : વૃધ્ધએ યુવાનને છેત્રીને ATM માંથી રૂપિયા ઉપાડી લીધા, CCTV

મોરબી સામ કાંઠે આવેલ શક્તિ ચેમ્બરમાં કોટક બેન્ક નું ATM આવેલ છે તેમાં ગત તારીખ 27-5-2023 ના રોજ સાંજે 6.45 વાગ્યાની આસપાસ આ બનાવ બનેલ હતો મળતી માહિતી મુજબ યુવાન ATM રૂપિયા ઉપાડવા ગયેલ હતો ત્યારે અજાણ્યો વૃધ્ધ યુવાનને ATM માં એરર આવે છે તેવું કહીને વાતો કરવા લાગ્યો અને વાતો વાતો માં યુવાનને જાણ પણ ન થઈ તે રીતે ATM બદલી લીધું યુવાન ત્યાંથી જતો રહ્યો અને અંદાજે 30 મિનિટ પછી યુવાનને મોબાઈલ માં મેસેજ આવેલ કે 40 હજાર રૂપિયા ખાતા માંથી ઉપડી ગયા છે અને ત્યાર બાદ 700 રૂપિયા પેટ્રોલ પમ્પ પર થી ઉપડી ગયા નો મેસેજ આવેલ

જુવો વિડીયો

 

જે ATM લઈને ગયા છે તેમાંથી જ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવ્યું હાલ એક CCTV સામે આવ્યા છે જેમાં વૃદ્ધ માસ્ક પહેરેલું છે અને પેટ્રોલ પમ્પ પર તેના સાથી સાથે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતા જોવા મળી રહ્યા છે વૃધ્ધ સફેદ શર્ટ પહેર્યો છે જયારે તેના સાથીએ બ્રાઉન કલર નો શર્ટ પહેર્યો છે

આ બનાવની તપાસ પોલીસ કરી રહી છે તેવી માહિતી મળેલ છે હવે જોવાનું એ રહ્યું કે આ વૃધ્ધ ક્યારે પકડાય છે ?