મોરબી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વર્લ્ડ ઈન એ મેચ બોક્સ સ્પર્ધાનું આયોજન

વર્લ્ડ ઈન એ મેચ બોક્સ : તમે તમારી મેચ બોક્સમાં કેટલી વસ્તુ રાખી શકો છો.

પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઓજ એન્ડ અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ અને રિજોઈસ રિસાયકલિંગ સેન્ટર દ્વારા વર્લ્ડ ઈન એ મેચ બોક્સ (world in a match box) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય બાકસના એક બોક્સને પૃથ્વી સમાન સમજી આપણે તેમાં કેટલું પ્રદૂષણ કરી રહ્યા છીએ તે સમજાવવાનો છે. ઉપરાંત દરેક પ્રકારના મટીરીયલ્સને કેટલા મોટા પ્રમાણમાં વેસ્ટ તરીકે ઉત્પન્ન કરી રહ્યા છે. આ પ્રદૂષણ કયા ખતરનાક સ્તરે પહોંચી ગયું છે અને આપણે આ સમસ્યામાંથી કઈ રીતે ઉગરી શકીએ? કઈ રીતે બધા પ્રકારના વેસ્ટ મટીરીયલ્સનું રિસાયક્લિંગ કરી શકીએ તે બાબતે લોકોને જાગૃત બનાવવાનો ઉદ્દેશ છે. લોકોમાં રીસાઇકલિંગ પ્રોસેસ ને કારણે નવા મટીરીયલ્સની જરૂરત ઓછી ઉત્પન્ન થાય જેના કારણે વેસ્ટમટીરીયલ નું ઉત્પાદન પણ ઘટે અને કારણે પર્યાવરણમાં કાર્બન ઇમિશન ઘટે તેમજ ઓક્સિજનનું પ્રમાણ વધે તેના માટેની જાગૃતિ લાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે પૃથ્વી પર પ્રદૂષણ અને વેસ્ટ એટલે કે કચરો ઉત્પન્ન કરવાની પણ એક મર્યાદા છે.

હાલના સમયમાં પૃથ્વી ઉપર પૃથ્વીના આકાર કરતા ચાર ગણો કચરો અસ્તિત્વમાં છે. જેની પર્યાવરણ પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જેના કારણે પર્યાવરણ અને જલવાયુમાં પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને અવારનવાર આવતી કુદરતી આફતો આ સમસ્યાના જ કારણરૂપ છે.

કોઈપણ સ્પર્ધક જ્યારે બાકસમાં સમાઈ જાય એવી વસ્તુઓ ભેગી કરવા માટે જે મહેનત અને જહેમત ઉઠાવશે તેના કારણે લોકોમાં રિસાયક્લિંગ એટલે કે નાની નાની વસ્તુઓનો દુરુપયોગ, વધારાની વસ્તુઓ નિકાલ કરવા માટે સાચો માર્ગ કયો છે? રિસાયક્લિંગ કઈ રીતે કરવું? એના વિશે જાગૃતિ અને સમજણ બંને ઉત્પન્ન થશે. જેમાં મેચ બોક્સ એટલે કે બાકસના એક બોક્સમાં જેટલી વધુમાં વધુ વસ્તુ સમાવી શકાય એટલી વસ્તુ ભરીને સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. જે મેચ બોક્સમાં સૌથી વધુ વસ્તુઓ હશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે.

આ સ્પર્ધામાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઈ શકશે. આ સ્પર્ધા સમગ્ર મોરબી માટે છે દરેક એન્ટ્રી પાંચ જૂનના રોજ બપોરે ત્રણ થી છ દરમ્યાન જ જમા કરાવવાની રહેશે. જેમાં હરીફાઈમાં ભાગ લીધેલી બાકસ અને બાકસમાં ભરેલ વસ્તુની યાદી સાથે સામેલ રહેશે જે સ્પર્ધકે પોતે સાથે લાવવાનું રહેશે. સ્પર્ધાની સ્પર્ધક દીઠ એન્ટ્રી ફી રૂ.50 રહેશે. સ્પર્ધાનું પરિણામ તારીખ 10 જૂનના રોજ જાહેર થશે. નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. વધુ માહિતી માટે રિજોઈસ રિસાયકલિંગ સેન્ટર, ઓજ એન્ડ અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી, મો. 6355458764 નો સંપર્ક કરવાનો રહેશે.