શ્રી મેઘપર ઝાલા શાળા ને સી.સી.ટી.વી કેમેરાની ભેટ

મોરારીબાપુના શબ્દો છે કે “અતર છાંટવાથી સુગંધ આવે એમાં નવાઈ શું? સુગંધ તો વ્યક્તિના કાર્ય માંથી આવવી જોઈએ તેમના સમર્પણમાં આવવી જોઈએ. તો આવી જ સુગંધથી મેઘપર ઝાલા પ્રા શાળાને સુવાસિત કરનાર મેઘપર ઝાલા ગામના તમામ સરકારી કર્મચારીઓ કે જે અત્રેથી શિક્ષણ મેળવી જુદી જુદી કેડરમાં ઉચ્ચ સરકારી નોકરી કરી રહ્યા છે.

તેઓ દ્વારા મેઘપર ઝાલાને સી.સી.ટી.વી. કેમેરાની ભેટ અપાઇ, જેથી શાળા અને બાળકમાં સુરક્ષા જળવાઈ રહે એ બદલ મેઘપર ઝાલા પ્રા શાળાના આચાર્ય ચિકાણી રોહિતભાઈ તથા શાળા પરીવાર તેમજ મેઘપર ઝાલા ગામ તમામ સરકારી કર્મચારીઓનો હદયપુર્વક આભાર વ્યકત કરે છે અને માં ભગવતી તેમની દરેક મનોકામના પુર્ણ કરે તેવી અમારા બાળકો પ્રાર્થના કરે છે