સરવડ પી.એચ.સી.ના ખાતે સ્થળાંતરિત સગર્ભાની સફળતાપૂર્વક ડિલીવરી કરાવાઈ

સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરાયેલ ડિલીવરીમાં માતા અને બાળક બંન્નેની તબિયત તંદુરસ્ત

સંભવિત બિપરજોય વાવાઝોડા અંતર્ગત વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સરવડ ગામની આસપાસના વિસ્તારમાં આવેલા સગર્ભાબહેનો કે જેમની ડિલિવરીની તારીખ નજીક હોય એવા ૩ સગર્ભા બહેનોને સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવેલ હતા. જેમની સી.ડી.એચ.ઓ. કવિતા દવે અને ટીએચઓ માળીયા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.

આજે એ સગર્ભા બહેનોમાં થી ૧ બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર ડો. નિરાલી ભાટીયા અને નર્સિંગ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન ૩.૬ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.