આત્મહત્યાનો વિચાર કરતી યુવતીને બચાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ

આત્મહત્યા કરવાનો વિચાર કરતી સગીરવય યુવતીની મદદે મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ

તારીખ: ૧૨/૦૬/૨૦૨૩ ના રોજ વહેલી સવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ કે મોરબી જુના બસ સ્ટેશન એક પીડિત યુવતી આત્મહત્યા કરવા જાય છે.તેમને બચાવીને બેસાડી રાખેલ છે.પરંતુ હજુ પણ મરી જવાનું કહે છે.તેથી પીડિત સગીરાને ૧૮૧ ટીમની મદદ ની જરૂર છે જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર ભુવા જાગૃતિબેન મહિલા કોન્સ્ટેબલ પરમાર જ્યોત્સનાબેન તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતાં સગીરાને ત્યાંનાં લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં યુવતી સાથે ૧૮૧ ની ટીમે વાતચીત કરતા કાઉન્સેલિગ દરમિયાન મારે મરી જવું છે વારંવાર એક જ શબ્દ બોલતા હતા ૧૮૧ ની ટીમ દ્વારા શાંતિપૂર્વ વાતચીત કરી આશ્વાશન આપી વિશ્વાસ આપવામાં આવેલ.

ત્યારબાદ આપઘાત ના પ્રયાસ અંગે પુછતા પીડિત સગીરાએ જણાવ્યું કે તેને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ છે તેમજ સગીરાને એ પુરુષ સાથે લગ્ન કરવા હોય અને તેમના માતાપિતા લગ્નની ના પાડતા હોય તેથી સગીરા છેલ્લા કેટલાક દિવસથી ઘરે લગ્નની જીદ કરતી હતી પરંતુ સગીરાના માતા પિતા લગ્ન કરવવા તૈયાર ન હોય.એથી સગીરાને મનમાં લાગી આવતા તેમને આત્મહત્યા કરવાનો વિચાર કરી ઘરમાંથી મધ્ય રાત્રીના સમયે નીકળી ગયેલ અને મોરબી જુના બસસ્ટેશન પહોંચેલા.૧૮૧ ટીમે સગીરાને આત્મહત્યાનું પગલું નહીં ભરવા બાબતે સમજાવેલ અને તેમના ભાઈને ફોન કરીને બોલાવેલ તેમના ભાઈ ને સમજાવેલ કે સગીરા આગળ દિવસમાં કોઈ પગલું ન ભરે તેનું ધ્યાન રાખવાનું જણાવેલ.

સગીરાને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ અને જરુર પડે તો ૧૮૧ નો સંપર્ક કરવાનું કહેલ અને સગીરાને કુશળ કાઉન્સિલિંગ દ્વારા ક્યાંરેય આત્મહત્યા ન કરવા બાબતે લાંબી સમજાવટ આપેલ આમ સગીરા એ આત્મહત્યા નો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેના પરિવાર સાથે જવાનું કહેલ. સગીરાના ભાઈ અને તેમના કાકી એ ૧૮૧ ની ટીમનો આભાર માનેલ. આમ ૧૮૧ ટીમે સહી સલામત સગીરાને તેમના પરિવાર ને સોંપેલ.