વાવાઝોડાના ખતરા વચ્ચે ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર આશ્રિત સગર્ભાની સફળતાના પુર્વક પ્રસૃતી.
સંભવીત બિપરજોય વાવાઝોડાની અંતર્ગત કરવાની થતી કામગીરીના ભાગરુપે વાવાઝોડાની ગંભીરતાની ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને પ્રસૃતીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા
તેમાં તા. ૧૩/૦૬/૨૦૨૩ ના રોજ ઘુનડા(ખા) ખાતે વાડીમાં રહેતા. લીલાબેન અનેશભાઈ ખરાડી ને તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા સમજાવી 108 મારફત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે દાખલ કરાવેલ જેની આજ રોજ તા. ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ બપોરે ૦૧:૩૦ કલાકે સફળતા પૂર્વક પ્રસૃતી થયેલ છે.