સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા ખરેડા ગામની આસપાસની જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને મોરબી તાલુકાના ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેમાંથી ૧ સગર્ભાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડા ખાતે ગત રાત્રે ૦૯:૦૦ કલાકે સગર્ભા બહેનની ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. કે.પી. વિડજા અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયે બાળકનું વજન ૨.૮૦૦ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.