વિવિધ ક્ષેત્રે વિકાસ પ્રાપ્ત કરનાર મોરબી શહેરે સમગ્ર વિશ્વ મા પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે, ત્યારે તબિબિ ક્ષેત્રે પણ મોરબી ના તબિબો અવનવી સિધ્ધીઓ હાંસલ કરી રહ્યા છે, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ની તબિબિ સારવાર આજે મોરબી મા પણ ઉપલબ્ધ બની છે. ત્યારે મોરબી ના તબીબે બીજા છેત્ર માં વધુ એક ડંકો વગાડી મોરબી નુ નામ ઝળહળતુ કર્યું છે.
તાજેતર મા 21 જૂન -2023 ના આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે રિષિકેશ ખાતે યોગા ની હરીફાઈ યોજાયેલી હતી,જેમાં સમગ્ર વિશ્વ માથી ઉમર ની કેટેગરી મુજબ 15 વ્યક્તિઓ ને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 40 વર્ષથી વધુ ઉંમર ની કેટેગરી મા મોરબીના જાણીતા સ્પર્શ સ્કીન અને કોસ્મેટિક ક્લિનિક ના ડાઇરેક્ટર જયેશ સનારીયા અને દેવેન્દ્ર ભાઈ ફુલતારીયા એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાઇનલ રાઉન્ડ મા જયેશભાઇ સિલેક્ટ થયાં હતા જેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
આજે ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત દેશ ના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વ માં 21 જૂન ના દિવસ ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વ સયુંકત રાષ્ટ્ર્ર સભા માં 2014 માં પાસ કરીને 2015 થી દર વર્ષે ઉજવવામાં આવે છે.
આજના ભાગદોડ અને ટેન્શન વાળી લાઈફ સ્ટાઇલ માં જો દરેક વ્યક્તિ દરરોજ ના 40-50 મિનિટ યોગા, પ્રાણાયામ અને મેડિટેશન કરે તો શારીરિક ફિટનેસ અને માનસિક શાંતિ માં ચોક્કસ ફાયદો થાઈ છે. જેમનું બેસ્ટ ઉદાહરણ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે જે આટલા બીઝિ હોવા છતાં પણ એક દિવસ યોગ કરવાનું ચૂકતા નથી અને એમને કયારેય આપડે બીમાર કે થાકેલા જોયા નથી.
ડૉ. જયેશ સનારિયા એમના મિત્રો ડૉ. શૈલેશ પટેલ, ડૉ. વિનોદ કૈલા, મી.સંદીપભાઈ પટેલ,મી. ભાવિન ભાડજા.અને મી.દેવેન્દ્ર ફુલતરીયા સાથે છેલ્લા 5 વર્ષ થી યોગા ની પ્રેક્ટિસ કરે છે અને એમના ગુરૂ મી. કમલેશભાઈ પટેલ ના કહેવા મુજબ યોગ કરવાથી સ્કીન અને વાળ ને લગતા રોગો મા તો ચોક્કસ ફાયદો થાઈ જ છે પરંતુ સાથે સાથે ડાયાબિટીસ, થાઇરોડ, બ્લડ પ્રેસર,મેદસ્વીતા , કબજિયાત, એસીડીટી, અનીદ્રા અને ડિપ્રેસન જેવા હઠીલા ઘણા રોગો માં પણ લાભ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના ડો. જયેશ સનારીયા ને સ્પર્શ ક્લિનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ ક્લિનીક એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮ મા આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો ત્યારે તાજેતર મા આંતર રાષ્ટ્રીય કક્ષા એ નામના મેળવી સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.