વાંકાનેર : પંચાસીયા અને રાણેકપર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

“કરો યોગ રહો નિરોગ” આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 21 મી જૂન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે “વસુધેવ કુટુંબકમ માટે યોગ” અને ” હર ઘરના આંગણે યોગ” ના થીમ પર આજરોજ વાંકાનેરની પંચાસિયા પ્રાથમિક શાળા અને રાણેકપર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સરકારના આદેશ અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ના પંચાસિયા ગામ પાસે આવેલ તળાવ પાસે “અમૃત સરોવર”ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના સૌ શિક્ષકો બાળકો અને ગ્રામજનોએ ભાગ લીધો. પંચાસીયા પ્રાથમિક શાળામાં વાંકાનેર ના TDO પરમાર અને ATDO બિપીનભાઈ સોલંકી પણ હાજરી આપી હતી.