એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટ ખાતે યોગ દિવસ ઉજવાયો

તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.યોગથી આપણા શરીરમાં માનસિક તથા શારીરિક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. નિયમિત યોગા અભ્યાસથી બુદ્ધિનો સરજ વિકાસ થાય છે.

યોગ દિવસ નિમિત્તે એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પ્રેસિડેન્ટ શૈલેષભાઇ કલોલા તથા કેમ્પસ ડિરેક્ટર રવીનભાઈ કલોલાની ઉપસ્થિતિમાં 1500+ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.