મેરુપર પે સેન્ટર  શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે મેરુપર પે સેન્ટર  શાળા ખાતે હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવણી શાનદાર ઉજવણી કરવામા આવી હતી.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે બાલવાટિકાના ૨૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧ ના ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામા આવ્યો હતો. ઉપરાંત ગત વર્ષ  ૨૦૨૨/૨૩ના ધોરણ  ૧ થી ૮ માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય  ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

Nmme પરીક્ષામાં મેરિટમાં સ્થાન પામનાર ૬ વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદ થયેલ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રવેશ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કિટ આપનાર અને શિલ્ડના દાતા નટુભાઈ છનારિયા તથા શાળા વિકાસમાં સહયોગ આપનાર દાતાઓનું તાલુકા વિકાસ અધિકારીના વરદ હસ્તે સન્માન કરવામા આવ્યું હતું.

ગત વર્ષ શાળામાં શ્રેષ્ઠ વર્તણૂંક ધરાવનાર હરદેવ અને સ્નેહાને “Friend of all” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત વર્ષમાં સૌથી વધુ હાજરી ધરાવનાર વિદ્યાર્થીની સંજના ખેર અને તેના વાલી ગજેન્દ્રસિંહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા નવ નિયુક્ત એસ.એમ.સી સભ્યોને બુક આપી શાળા વિકાસમાં અગ્રેસર રહેવા અનુરોધ કરી આવકારવામાં આવ્યા હતા અને એસ.એમ.સી સાથે બેઠક યોજી શૈક્ષણિક મુદ્દાઓ પર પરામર્શ કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવએ શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક કામગીરીને બિરદાવી પ્રેરણાત્મક વકતવ્ય આપ્યું હતું. શાળાની વિદ્યાર્થીની હિના સારલા દ્વારા વૃક્ષ બચાવો પર પ્રેરક વકતવ્ય આપવામાં આપ્યું હતું. આ તકે શાળા કેમ્પસમાં તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓએ વૃછારોપણ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દર્શ વરમોરા અને તૃપ્તિ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સરપંચ રાજુભાઈ ખેર, ઉપ સરપંચ વિરમભાઈ ખેર, સી.આર.સી પ્રવિણસિંહ ચૌહાણ, એસ.એમ.સી સભ્યો અને ગ્રામ આગેવાનો તથા વાલીઓ અને શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.