સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઇનામ વિતરણ સમારંભ યોજાયો

વેકેશન ખુલતા જ્યારે શાળાઓ પાછી શરૂ થઈ ગઈ છે ત્યારે વાર્ષિક પરીક્ષા માં જેમણે સારું પ્રદર્શન દેખાડ્યું હતું અને સારા માર્ક પાસ થયા હતા એવા વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન આપવા અને ભવિષ્ય ની કારકિર્દી હજુ આવી જ રીતે આગળ વધારે એવી શુભેચ્છા આપવા માટે સુલતાનપુર પ્રાથમિક શાળામાં માં ગત વર્ષે ના ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ શાળા કક્ષાએ યોજાયો હતો

જેમાં ધોરણ ત્રણ થી આઠ માં જેને એક થી ત્રણ નંબર પ્રાપ્ત કર્યા હતાં તેઓએ ઇનામ રૂપે જે તેઓ ઉપયોગ કરી શકે એવી વસ્તુ આપી ને પ્રોત્સાહિત કર્યા હતા. બધા બાળકો ખુશીની લાગણી અનુભવી હતી અને બીજા બાળકોને પણ આમાં થી પ્રેરણા મળશે એવી આશાનો અનુભવ થયો હતો