મોરબી : ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમે ભૂલી પડેલી મહિલાને પરિવારને સલામત રીતે સોંપેલ

ગુજરાત સરકાર દ્વારા ચાલતી 181 અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ મહિલા ઓની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે

એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઇન માં ફોન કરી જણાવેલ જે એક બેન ભૂલા પડી ગયા હોય બહેનની મદદ પીડિતા માટે 181 મહિલા હેલ્પ લાઇન વાન બોલાવેલ ઘટના સ્થળ ઉપર કાઉન્સેલર રાધિકા અસારી મહિલા કોન્સ્ટેબલ રીટાબેન અને પાયલોટ રાજભાઈ સાથે પહોંચેલ પીડિતા બેન નું કાઉન્સેલિંગ કરતા પીડિતા એ જણાવેલ કે તેમના 3 ભાઈઓ અને પીડિતા સહિત 3 બહેનો છે જેમાં એક ભાઈ દ્વારા દરોજ તેમને મેણા ટોના મારવામાં આવે છે અપશબ્દો બોલે છે ભાઈ નાની નાની બાબતમાં પીડિતા ને બોલ્યા કરે છે. પીડિતા નાં લગ્નને આશરે 17 વર્ષ થયા છે સંતાનો માં એક દિકરી 15 વર્ષ એક દીકરો 8 વર્ષનો છે પીડિતાના પતિ મુંબઈ નોકરી કરે છે પીડિતા ની તકલીફ ના કારણે પતિ અહીંયા પિયર માં મૂકી ગયેલ છે બંને બાળકો સારી માં જ છે પીડિતા ને થોડી માનસિક તકલીફ છે તેવું પોતે જ જણાવે છે ભાઈ વારંવાર બોલ્યા કરતા હોય તેથી પોતાના ઘરેથી આજ સાંજે નીકળી ગયેલ છે પરંતુ પીડિતા રસ્તો ભૂલી ગયા હોય.

પીડિતા બેનને પિતા ના ઘરનો રસ્તો યાદ હોય પરંતુ પીડિતા ના એક ભાઈ પીડિતા ને માનસિક ની દવા ચાલતી હોય ગાંડી પાગલ છે પીડિતાનું કહેવું હતું કે ભાઈ કઈ ના બોલે માતા પિતા ભાઈ સાથે પિતા ના ઘરે જ રહેવું છે પીડિતા ના જણાવ્યા અનુસાર સરનામા માં પોતે મોરબીના જ છે વાવડી મેઈનરોડ માં તેમને પોતાના ઘર ની સેરી યાદ ના હોય દોઢ કલાક ની શોધ ખોળ બાદ ત્યાંના રહેવાસીઓ ને પૂછ પરછ કર્યા બાદ પીડિતા નું ઘર મળી ગયેલ છે તેમના એક ભાઈ પોલીસે સ્ટેશન માં ગુમશુદા ની ફરિયાદ નોધવા માટે નીકળવાના હોય 181 ટીમ ને જોઈ આભાર વ્યક્ત કરેલ પીડિતા ના માતા પિતા પણ જણાવેલ કે થોડી માનસિક તકલીફ નાં કારણે દવા ચાલુ છે ઘરેથી મંદિર સિવાય ક્યાંય જતા નથી પરંતુ આજ સાંજ ની નીકળી ગયેલ છે સોધ ખોળ ચાલુ જ હોય 181 ટીમ પીડિતા ને ઘરેમુકવા ગયેલ ત્યારે ટીમ નો માતા પિતા તથા ભાઈ એ આભાર વ્યક્ત કરેલ તથા ઘર ના કોઈ સભ્ય એ પીડિતા સાથે ઘર ની બહાર જવા માટે કોઈ એક વ્યક્તિ સાથે જવા માટે સમજાવેલ તથા તેમના એક ભાઈ જે પીડિતા ને સરખું ના રાખતા હોય તેઓને 181 ટીમ દ્વારા ભાઈ ને પીડિતા ને કઈ પણ ના બોલવા તથા સંભાળ રાખવા ઠપકો આપેલ છે.