મોરબી જિલ્લામાં શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા દ્વારા સદસ્યતા અભિયાન

મોરબી જિલ્લામાં શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા માતૃશક્તિ બહેનો પણ મોટી સંખ્યામાં સદસ્યતા અભિયાનમાં જોડાયા, સદસ્યતાની સાથે સાથે શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા પ્રકાશિત પુસ્તક યોગાસન માર્ગદર્શિકા પુસ્તક પણ અર્પણ કરાયું

રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્રને વરેલા અને કે.જી.થી પી.જી.સુધી ચાલતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સતત કાર્યશીલ રહી વર્ષ દરમ્યાન રાષ્ટ્ર હિત, સમાજ હિત અને શિક્ષક હિતના કાર્યો કરતા રહે છે, શિક્ષકોની સમસ્યાઓના ઉકેલ માટે તાલુકા,જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરેથી સતત અવિરત પ્રયત્નો થકી શિક્ષક સજ્જતા કસોટીનો બહિષ્કાર, 4200 ગ્રેડ પે હોય,શાળા સમય પૂર્વવત કરવામાં માતૃશક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા, કોરોના કાળમાં ઓડ ઈવન હાજરી,અભ્યાસ વર્ગમાં ઓન ડ્યુટી,બદલીના નવા નિયમો બનાવવા, કેન્દ્રના ધોરણે ઘરભાડુ મેડિકલ ભથ્થામાં વધારો,પુરા પગારમાં સમાવવા માટે કેમ્પનું આયોજન, પ્રવાસી શિક્ષકોની નિમણુંક, બદલીમાં વતન શબ્દ દૂર કરવા,જ્ઞાનસેતુ, ડે સ્કૂલ પ્રોજેક્ટ બંધ કરાવવો,કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારો કરાવવો, પગાર સીધો ગાંધીનગરથી જમા કરાવવો 12 વર્ષથી પંદર વર્ષની બાકી રહેલી ઉ.પ.ધો.ની ફાઈલ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ક્લિયર કરાવવી.તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના અનેક પ્રશ્નો હલ કરેલ છે

ત્યારે સંગઠન સતત વેગવંતું બની રહે એવા હેતુ સાથે મહાસંઘને મજબૂત બનાવવાના હેતુસર વાંકાનેર તાલુકા ડો.લાભુબેન કારાવદરા મહિલા ઉપાધ્યક્ષ અને સુરેન્દ્રનગર મોરબી વિભાગના સંગઠન મંત્રી,ક્રિષ્નાબેન કાસુન્દ્રા, પોપટભાઈ ઉતેળીયા, કૌશિકભાઈ સોની,નિરવભાઈ બાવરવા,વગેરે તેમજ હળવદ ખાતે તાલુકા અધ્યક્ષ વસુદેવભાઈ ભોરણીયા, રાજ્ય પ્રતિનિધિ કરશનભાઈ ડોડીયા,હિતેશભાઈ જાદવ,મોરબીમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ,કિરણભાઈ કાચરોલા મંત્રી,હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ મોરબી કિરીટભાઈ દેકાવડીયા રાજ્ય પ્રતિનિધિ ટંકારામાં ડાયાલાલ બારૈયા અધ્યક્ષ રસિકભાઈ ભાગ્યા મંત્રી વગેરેએ સી.એલ.મૂકી સંગઠનના વિસ્તાર અને પ્રસાર કરવા માટે સદસ્યતા અભિયાન હાથ ધર્યું હતું શિક્ષકો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને 100 % શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાઈ રહ્યા છે.