મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા 40 જેટલી ઔષધિય વનસ્પતિ વાવેતર કરાયું

અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણા ની સ્મૃતિ માં વિનોદભાઈ પરબત ભાઈ મકવાણા તથા તેમના પરિવાર દ્વારા રામાપીર ના મંદિર.નકલંક ધામ નાની વાવડી ખાતે સાગ,શિવલિંગ,મધુનાશીની,કુંવારપાઠું,કાંચનાર, બીજોરું,ફણસ,હરડે, અરડુસી જેવી 40 જેટલી ઔષધિય વનસ્પતિ ના વાવેતર ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, મંત્રી હિંમતભાઈ મારવણિયા,સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર,અશ્વિનભાઈ રાઠોડ,વિપુલભાઈ અમૃતિયા,વિનુભાઇ મકવાણા,રમેશભાઈ છૈયા , રાજેશભાઈ સુરાણીભાઈ, મહેશભાઈ મકવાણા તથા કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ સભ્યો એ સ્વ.નીરવ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ઉપસ્થિત ગ્રામજનોનું પુસ્તક તથા રામાપીર મંદિરના વ્યવસ્થાપકને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ અલ્પાહાર કરેલ.