ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રભારી તરીકે દેવેન્દ્રસિંહ જાડેજાની નિમણુક

કોંગ્રેસ નાં પ્રવકતા તરીકે કાર્યરત અને સ્પષ્ટ વક્તા તરીકે ની ઓળખ મેળવનાર NSUI અને યુવા કોંગ્રેસ નું સફળ નેતૃત્વ મોરબી જિલ્લા ને પૂરું પાડી તેમની સંગઠન નાં કુશળ રાજનીતિજ્ઞ બનેલા દેવેન્દ્રસિંહ ની બધા ને સાથે રાખી ને ચાલવાની આવડત અને મેહનત નો લાભ સમગ્ર યુથ કોંગ્રેસ ને મળે તેવા આશય થી તેમની ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી તરીકે ની નવી જવાબદારી સોંપવામાં આવેલ છે

તેમની આ નવી જવાબદારી બદલ તેમના શુભેચ્છકો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો યુવાનો દ્વારા તેમણે શુભેચ્છા પાઠવી આ જવાબદારી ને હર્ષ ભેર આવકારી રહ્યાં છે મને મળેલ આ નવી જવાબદારી બધા ને સાથે રાખી સંગઠન ને વધારે મજબૂત બનાવી યુવાનો નાં પ્રશ્નો ને વાચા આપી, યુવાનો ને કોંગ્રેસ ની વિચારધારા સાથે જોડવાનું કાર્ય કરશે અને પક્ષ દ્વારા સોપવામાં આવેલ જવાબદારી પૂરી મેહનત અને નિષ્ઠા પૂર્વક નિભાવશે.