મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબના 28 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ

28 વર્ષ થી સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રીય ભાવનાને વરેલી ઇન્ડિયન લાયન્સ ના 29 માં જન્મદિવસની ઇન્ડિયન લાયોનેસ ક્લ્બ મોરબી દ્વારા તારીખ 6-7-2023 ના રોજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

મોટી સંખ્યામાં સર્વે મેમ્બર્સ એ હાજરી આપી અને કેક કટિંગ કરી ઇન્ડિયન ઇન્ડિયન લાયન્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં બધા સાથે ભોજન લઈને છુટા પડ્યા હતા

આ તકે ક્લબ પ્રમુખ મયૂરીબેન કોટેચા એ સર્વે મેમ્બર્સ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા અને બાપા સીતારામ હોટલ ના માલિક સંજયભાઈ શેઠ અને જયરાજસિંહ ઝાલા નો આભાર માન્યો હતો