મોરબી : CA ફાઈનલની પરિક્ષા પાસ કરનાર વિદ્યાર્થીનું સન્માન કરાયું

તાજેતર માં ICAI દ્વારા સી.એ. ફાઈનલ ની પરીક્ષા નુ પરિણામ જાહેર કરવા માં આવ્યુ છે તેમાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ હિરાણી ના સુપુત્ર અંકિત હિરાણીએ સી.એ.ફાઈનલ ની પરીક્ષા પાસ કરેલ છે. તેમની શૈક્ષણિક સિધ્ધી બદલ મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીત ના અગ્રણીઓએ સન્માનિત કરી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીત ના અગ્રણીઓએ વિદ્યાર્થી ની ઉત્કૃષ્ઠ સિધ્ધી ને બિરદાવી.