મોરબી જેતપર રોડ પર પાવડીયારી ભરતનગર કેનાલ રોડ પર બેઠા પુલ પર પાણીના વહેતા પ્રવાહમાં કાર ફસાઈ જતા બે વ્યક્તિઓ કાર સાથે ફસાયા હતા જેથી જીવ બચાવવા બંન્ને વ્યક્તિ કાર ઉપર ચડી મદદ માંગતા લોકોએ દોરડું નાખી બંને વ્યક્તિઓને બચાવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો
આમ પાવડીયારી વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતા રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેના કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી