મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સૂચના અને પ્રા. આ. કે. રંગપર ના મેડીકલ ઓફિસર ડો. કિરણ વિડજા સુપરવાઇઝર પ્રફુલભાઈ રાઠોડ ના માર્ગદર્શન અનુસાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળી ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પીપળી અને અને ઇન્દિરા નગર ના વિસ્તારો માં વાહકજન્ય રોગ ના અટકાયતી બાબતે વિવિધ કામગીરી કરવા માં આવી
જેમાં ઘર ના નાના મોટા વાસણો માં બિન જરૂરી પાણી નો નિકાલ, એબેટ કામગીરી, જન જાગૃતિ તેમજ શ્રી ઇન્દિરા નગર પ્રા. શાળાના બાળકોને વાહકજન્ય નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. તેમજ મેલેરિયા અટકાવવામાં માટે ઘેર ઘેર જઈને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઉપરોક્ત કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળી ના આરોગ્ય કર્મચારી એવા દિલીપભાઈ દલસાણીયા, નિમુબેન પારઘી, સુનિલભાઈ લઢેર તેમજ વિવિધ વિસ્તારો ની આશા વર્કરો દ્વારા કરવા માં આવેલ હતી.