નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, B.Ed, M.B.A, M.Sc ના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો કોલેજમાં પ્રથમ દિવસ હતો.
કોલેજના સ્ટુડન્ટ્સ ની વેલકમ સેરેમની (પ્રવેશોત્સવ) માં ગુજરાતના જાણીતા સોશિયલ મિડીયા સેલેબ્રીટી કુલદિપસિંહ કલેર ઉર્ફે પોઝીટીવ પાજી મુખ્ય મહેમાન બન્યા હતા. તેમણે તેના દિવ્યભાસ્કર ના એડીટર, રેડીયો મીર્ચીના હેડ અને સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર તરીકે ના બહોળા અનુભવનો નિચોડ વિદ્યાર્થીઓને આપીને કરીઅર કેવી રીતે બનાવવી તેનાથી માહિતગાર કર્યા હતા.
આ પ્રોગામ સંસ્થા ના પ્રમુખ પી.ડી.કાંજીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં આ ઉપરાંત નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, મેને. ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડીયા તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલશ્રી અને સ્ટાફ ગણે હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.